Sunday, January 22, 2012

♥▬▬▬ஜ۩۞۩ஜ♥▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬♥
બોલીવૂડમાં ફિલ્મ બનાવવા માટે ધ્યાનમાં રાખવાના મુદાઓ :
♥▬▬▬ஜ۩۞۩ஜ♥▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬♥

1. જો બે ભાઈઓ બાળપણમાં જુદા પડી જાય તો એક ટપોરી બને અને સારો માણસ,

ટપોરી જ વિલનને અંતે મારે અને છેલ્લો સીન આવે તે પહેલા તે પોતે જે ખરાબ કર્યું હોય તે કબુલ કરી લ્યે,

કારણકે છેલ્લે સહકુટુંબમાં ફોટો લેવાનો હોય ને ! ( નોંધ : ટપોરીની સારો થવાની પ્રેરણા ફિલ્મની મુખ્ય હિરોઈન હોય)

2. જો ફિલ્મમાં જેટલા હીરો હોય તેની સામે તેટલી હિરોઈન ના હોય તો, વધારાના હીરો/હિરોઈન

એ) મરી જશે

બી) રેડક્રોસમાં જોડાઈ જશે અને ફિલ્મ પૂરું થાય તે પહેલા જ સ્વીત્ઝર્લેન્ડ કપાવી લેશે.

3. જો કોર્ટમાં હીરો કે તેનો વકીલ “ઓબ્જેક્શન માયલોર્ડ” કહે તો તે ઓવરરુલ થાય, બાકી સસ્ટેઈન !

4. હીરોની બહેનના લગ્ન હીરોના મિત્ર સાથે જ થાય (જે ફિલ્મનો બીજો હીરો હોય).

જો આવું ના થાય તો ફિલ્મના પ્રથમ અડધા કલાકમાં તેનો વિલન દ્વારા રેપ થાય અને તે સુસાઇડ કરી ને મરી જાય.

5. ગમે તે ફિલ્મ લઇ લો આતો હશે જ કે હીરો પાસે સાઈકલ હોય,

ગાડું હોય કે પછી ચાલીને જતો હોય તે હંમેશને માટે વિલનનો ઓવરટેઈક કરી જ લ્યે (આ તો વિલન પ્રત્યેનો અન્યાય કેવાય !)

6. જયારે હીરો વિલનને ગોળી મારે ત્યારે તે ક્યારેય

એ) ચુકી ના જાય

બી) ગોળીઓ ખાલી ના થઇ જાય પરંતુ જો વિલન હીરોને ગોળી મારે તો હમેશા ચુકી જ જાય (અપવાદ કે હીરોને ફિલ્મમાં મરવાની જરૂર હોય)

૭. જો પોલીસ ઇન્સ્પેકટર હીરો ના હોય તો તેની બે રીતે એન્ટ્રી હોય

એ) ખુબ જ પ્રમાણિક, જે હીરોના પિતાજી જ હોય અને ટાઈટલ પેલા જ વિલને પટાવી દીધા હોય.

બી) થોડા પ્રમાણિક પણ હીરોને પકડવાની પાછળ જ હોય ( મુદા ૧ નો ટપોરી)અને ” કાનુન કે હાથ બડે લંબે હોતે હે તુમ કાનૂન સે નહિ ભાગ સકતે હો” આ ડાઈલોગ તો ૩૩૩ વાર બોલે, સામાન્ય રીતે આ ઇન્સ્પેકટરની દીકરી પેલા ટપોરીની પ્રેમિકા જ હોય ( મુદો – ૧)

સી ) રીસવતખોર ઇન્સ્પેક્ટર ( જે મુખ્ય વિલનનો ચમચો હોય) જો તેની જરૂર પડે તો ક્યારેક ક્લાઈમેક્ષ માં આવી જાય. (ઘણીવાર તેના વગર ફિલ્મ પૂરું પણ કરી દે)


મિત્રો,

બીજા મુદા રહી જતા હોય તો જરૂર કોમેન્ટ્સ માં લખજો.

No comments:

Post a Comment