Sunday, January 22, 2012

જીવનના ત્રણ જટિલ પ્રશ્નોના સંદર્ભમાં વાંચો લિયો ટોલ્સટોય ની આ બોધકથા :
**************************************************

1. કોઈ પણ કાર્ય પ્રારંભ કરવા માટેનો ઉતમ સમય કયો હોઈ શકે ?

2. કેવા માણસો પ્રત્યે ધ્યાન આપવું જોઈએ, જેમનો વિશ્વાસ સંપાદન કરી શકાય?

3. કયું કામ સર્વોત્તમ ગણી શકાય ?

એક રાજાએ આ ત્રણ સવાલના જવાબ મેળવવા માટે રાજ્યના વિદ્વાનો પાસે સલાહ માંગી. એમને જવાબો પણ આપ્યા, પણ રાજાને એનાથી સંતોષ ન થયો. છેવટે રાજા શાણપણ માટે પ્રસિદ્ધ સન્યાસી પાસે ગયા. ત્રણ પ્રશ્નો પૂછ્યા. સન્યાસીએ જવાબ ન આપ્યો.

આંગણામાં ક્યારા ખોદવાનું ચાલુ રાખ્યું. થાક લાગ્યાનું જોતા રાજાએ એની પાસેથી પાવડો લઇ ખોદવાનું શરુ કર્યું.

એવામાં એક ઘાયલ માણસ દોડતો આવીને ત્યાં ઢળી પડ્યો. રાજાએ ઘા સાફ કરી પાટો બાંધ્યો. ઝુપડીમાં લઇ જઈ એને સુવાડ્યો.

રાજા પણ થાકને લીધે ઝોકે ચડી ગયો. સવારે જાગ્યા ત્યારે અજાણ્યો માણસ રાજાની માફી માંગવા લાગ્યો, કારણ કે કોઈ જુના વેરના બદલામાં રાજાને એ મારી નાખવા આવ્યો હતો. પરંતુ રાજાના રક્ષકો સાથેની ઝપાઝપીમાં એ ઘાયલ થયો.

બીજી બાજુ, રાજાએતો એનો જીવ બચાવ્યો એટલે રાજાના આજીવન વફાદાર સેવક તરીકે રહેવા એ તૈયાર થઇ ગયો.

આ બધું બન્યા પછી મહેલમાં પાછા ફરવાની તૈયારી કરતા રાજાએ સન્યાસીને ફરી પેલા ત્રણ સવાલો પૂછ્યા.

સન્યાસી કહે કે તને તારા પ્રશ્નોનો જવાબ મળી ગયો છે !

કેવી રીતે ?

સન્યાસી કહે : ' ગઈ કાલે તે મારા પર દયા લાવી ન હોત તો અને પાછો ફર્યો હોત તો તારા પર હુમલો થાત.

એટલે સૌથી મહત્વનો સમય તું ક્યારા ખોદતો હતો એ હતો. એ વખતે હું સૌથી મહત્વનો માણસ હતો અને મને મદદ કરવાનું કાર્ય સર્વોત્તમ હતું.

એ પછી પેલા માણસની સારવાર કરી. એણે માફી માંગી. આથી એ સમય, માણસ અની જે કાર્ય કર્યું એ મહત્વના હતા. '

આમ,

સૌથી મહત્વનો સમય ફક્ત એકજ છે - વર્તમાન !

સૌથી વધુ જરૂરનો માણસ એ છે જે તત્ક્ષણે તમારી પાસે હોય.

અને સૌથી ઉતમ કાર્ય છે કોઈને મદદ કરવાનું !

સૌજન્ય : ધર્મેશભાઈ જાદવ
મિત્રોને શેર કરી તેમને પણ આ સરત વાટ પહોંચાડજો...!!

No comments:

Post a Comment